મોરબી : મોરબી એલસીબી ટીમે બેલા - રંગપર રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે બાઈક ઉપર નીકળેલા પ્રવિણ લખમણ સાલાણી રહે. પીપળી ગામ, મૂળ રહે.ભીમાસર ખીજડિયા વાંઢ તા.રાપર, કચ્છ વાળાને વિદેશી દારૂની પાંચ બોટલ કિંમત રૂપિયા 1875 તેમજ 15000નું બાઈક મળી કુલ રૂપિયા 16,875ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.