મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટમા દરોડો પાડી બાંગ્લાદેશ - ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ટવેન્ટી - ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન એપ્લિકેશનમાં રમાતો સટ્ટો ઝડપી લઈ એક શખ્સને રૂપિયા 1200 રોકડા તેમજ મોબાઈલ ફોન મળી 51,200ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ એક શખ્સને ફરાર દર્શાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટમા દરોડો પાડી આરોપી આસિફ ઉર્ફે ભાણો તૈયબભાઈ અઘામ નામના શખ્સને ઓનલાઈન લાઈવ ગુરુ એપ્લિકેશનમા ઇંગ્લેન્ડ - બાંગ્લાદેશ વચ્ચે રમાતી ટવેન્ટી - ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 તેમજ એક આઈફોન મોબાઈલ કિંમત રૂપિયા 50000 મળી કુલ રૂપિયા 51,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં પોલીસના હાથે ઝડપાયેલા આરોપીએ ક્રિકેટ મેચના સટ્ટાની કપાત આરોપી બાબુભાઇ ટીકે પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.