મોરબીની નવયુગ પ્રિ -સ્કૂલમાં યોજાયો પદવીદાન સમારોહ

- text


મોરબી: મોરબીની નામાંકિત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના નવયુગ પ્રેપ સેક્શન નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ, નવયુગ પ્રિસ્કૂલ અને નવયુગ કિડ્સ(ઇંગ્લીશ મીડીયમ) વિભાગમાં ગ્રેજ્યુએશન ડે ઉજવાયો હતો.નવયુગ પ્રેપ સેક્શનમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા બાળકો પોતાનું પ્રિ સ્કુલ એજ્યુકેશન પૂરું કરતા હોય તેવા દરેક બાળકોને જે રીતે યુનિવર્સિટીમાં પદવીદાન યોજાય છે તે થીમથી બાળકોને હેટ તેમજ પ્રિ સ્કૂલ ગ્રેજ્યુએશન પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ સાથે સાથે તમામ ભૂલકાઓએ અવનવી કૃતિઓ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

મોરબીની નવયુગ પ્રિ-સ્કૂલ દ્વારા નવો પ્રયોગ કરી જેમ કોલેજમાં ત્રણ વર્ષ પછી ડિગ્રી એટલે કે પદવી એનાયત કરવામાં આવે છે તેવી જ રીતે જે વિદ્યાર્થીઓ એ પ્રિ એજ્યુકેશનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હોય તે તમામ વિદ્યાર્થીઓને તેમનું રિપોર્ટ કાર્ડ, હેટ તેમજ બેલ્ટ પહેરાવી પદવીદાન સમારોહ યોજી સન્માનિત કર્યા હતા. આ તકે બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી બાળકોનાં ઉત્સાહને વધાર્યો હતો. પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો.

- text

- text