મોરબીમાં ડો. હસ્તીબેન મહેતાનો 111મો મેડિકલ કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી શહેરમાં નિઝારઅલીભાઈ મુસાણીના સ્મરણાર્થે તેમના પુત્ર વિપુલ એન. મુસાણી દ્વારા ડો. હસ્તીબેન મેહતાના 111માં એક દિવસીય મેડિકલ કેમ્પનું આયોજન બોરિયા પાટી, રામજી મંદિર કેનાલ રોડ મોરબી ખાતે બપોરે 4-30 થી 6 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું.આ કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં દર્દીઓનું વજન કરી તપાસીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવી હતી, સાથે જરૂરિયાત મુજબ ડાયાબિટીસ, બ્લડ સુગર ટેસ્ટ ફ્રી તેમજ બીપી ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું.

આ કેમ્પને સફળ બનાવવા માટે જશવંતીબેન પરમાર (કાઉન્સિલર વોર્ડ નંબર 11) તેમજ 12 નંબર વોર્ડના કાઉન્સિલર જાદવ અવચરભાઈ તથા પરમાર ચુનીલાલભાઈ જહેમત ઉઠાવીને વધુ લોકોને લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. આ કેમ્પમાં સહાયક તરીકે રશ્મિન દેસાઈ, કોઠારીભાઈ, કૌશીકાબેન રાવલ તેમજ જીગર ભટ્ટે સેવા આપી હતી.

- text

- text