જી.પં.ના સદસ્ય કમળાબેન ચાવડાની એસપીને રજુઆત મોરબી : મોરબી જિલ્લામાં હાલ બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. ત્યારે લગ્નમાં નિયમ વિરુદ્ધ જોરશોરથી વાગતા ડીજે ખલેલ પહોંચાડી રહ્યા હોય તેને બંધ કરાવવા જી.પં.ના સદસ્ય કમળાબેન ચાવડાએ એસપીને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે હાલ લગ્ન પ્રસંગની સિઝન ચાલુ છે. તેમાં ડીજે વગાડીને ઉજવણી કરવામાં આવે છે. ડીજે નિયમ વિરુદ્ધ વગાડવામાં આવતા હોય, વિદ્યાર્થીઓને ખલેલ પહોંચે છે. ત્યારે પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ પોલીસ સ્ટેશનોને આવી પ્રવૃત્તિ ડામવા માટે સૂચના આપવામાં આવે તેવી માંગ છે.