વાડીએ પરપ્રાંતિય મજૂરોને કામે રાખનાર તેમજ હોટલ સંચાલક પણ ઝપટે ચડ્યા મોરબી : ઔદ્યોગિક નગરી મોરબીને સુરક્ષિત રાખવા પરપ્રાંતિય શ્રમિકોને કામે રાખનાર લોકો માટે એસ્યોર મોરબી એપ્લિકેશનમાં ઓનલાઇન નોંધણી તેમજ પોલીસને જાણ કરવી ફરજીયાત નિયમભંગ કરવામાં આવતો હોય પોલીસ દ્વારા જાહેરનામા ભંગ સબબ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અન્વયે લજાઈ ચોકડી સ્પા સંચાલક સહિત ત્રણ વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મોરબી - માળીયા હાઇવે રોડ ઉપર આવેલ લાજવાબ હોટલમાં પરપ્રાંતીયને કામે રાખનાર સંચાલક સલીમભાઈ કરીમભાઈ ભટી દ્વારા પોલીસને જાણ ન કરવામાં આવતા જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત ટંકારા પોલીસે જીવાપર ગામની સીમમાં વાડી વાવવા રાખનાર ધીરૂભાઇ ટપુભાઇ ચંન્દ્રોલાએ છ ખેત મજુરો પોતાની વાડીએ રાખી નિયમ મુજબ આધાર પુરાવા તથા માહીતી પોલીસ સ્ટેશન નહી આપતા કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ લજાઈ ચોકડીએ સ્પા ચલાવતા શાહરૂખખાન બશીરખાન પઠાણ વિરુદ્ધ પણ પરપ્રાંતિયોને કામે રાખી પોલીસને જાણ નહીં કરતા જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.