બોરીયા પાટી મોતીભાઈ પોલીસની ઝપટે ચડી ગયા મોરબી : મોરબીના બોરીયા પાટી વિસ્તારમાં દરણું દળવાની ઘંટીએ દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે ઘંટી સંચાલકને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ બોરીયા પાટી પાસે આવેલ સદગુરુ ફ્લોરમિલમા વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી દરણા દળવાની ઘંટીના સંચાલક મોતીભાઈ શિવાભાઈ પરમાર રહે.રવાપર રોડ, નવજીવન સ્કૂલ પાસે, બુટાની વાડી વાળાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.