કમોસમી વરસાદની આગાહી દરમિયાન માર્કેટીંગ યાર્ડમાં જણસીઓની આવક અને હરરાજી ચાલુ રહેશે પણ માલ પલળી ન જાય તે માટે સાવચેતીના પગલાં લેવાયા મોરબી : હવામાન વિભાગ દ્વારા ફરી આવતીકાલે તા.13 માર્ચથી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વરસાદની આગાહી દરમિયાન મોરબીના માર્કેટીંગ યાર્ડમાં જણસીઓની આવક બંધ કરાઈ નથી. પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં માવઠાની આગાહીને પગલે મોરબીના માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને જણસીઓ ઢાંકીને લાવવાની તાકીદ કરાઈ છે. ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ માર્કેટ યાર્ડ મોરબીના સેક્રેટરીના જણાવ્યા મુજબ આવતીકાલથી કમોસમી વરસાદની આગાહીને પગલે જણસીઓ પલળી ન જાય તે માટે ત્રણ દિવસ સુધી ખેડૂતોને યાર્ડમાં માલ વેચવા આવતી વખતે ખાસ વાહનોમાં રહેલા માલને તાલપત્રીથી ઢાંકીને લાવવાની જાણ કરવામાં આવી છે. તેમજ પતરાવાળા શેડમ જગ્યા હશે ત્યાં સુધી માલના બાચકા તથા ગુણીઓની ઉતરાય કરવા દેવામાં આવશે. હાલ રવિ સીઝનમાં ઘઉં, રાયડો, ચણા સહિતની જણસીઓની હરરાજી ઉભા વાહનોમાં જ કરવામાં આવશે અને વેપારીઓને પણ પોતાનો માલ ગોડાઉનમાં સૈફ જગ્યાએ રાખવાની તાકીદ કરવામાં આવે છે. માવઠાની આગાહી દરમિયાન દરેક કમિશન એજન્ટને તેમના ખેડૂતોને માલ ઢાંકીને લાવવા અને યાર્ડમાં ઢગલા કરવાને બે ઉભા વાહનોની જ હરરાજી કરવાની જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.