ઘરના સભ્યો બહાર ગયા અને તસ્કરો હાથફેરો કરી ગયા મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામમાં રોટરી સોસાયટીમાં રહેતા પરિવારના સભ્યો ઘરને તાળા મારી બહાર ગયા બાદ તસ્કરોએ ધોળે દિવસે બંધ મકાનને નિશાન બનાવી 1.90 લાખના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લક્ષ્મીનગર ગામે રોટરી સોસાયટીમાં રહેતા મોતીભાઈ ચકુભાઈ પુરબીયા અને તેમનો પરિવાર કામ સબબ બહાર ગયા બાદ દિવસ દરમિયાન અજાણ્યા તસ્કરે ઘરના તાળા તોડી કબાટમાં રાખેલ સોનાના પાટલા અને રોકડા રૂપિયા 1.40 લાખ મળી કુલ રૂપિયા 1.90ની માલમતાની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.