ચાર દિવસ પહેલા બનેલા બનાવમાં ડેમ વિભાગે રીપેરીંગ કાર્ય કરી નાખ્યું મોરબી : વાંકાનેર નજીક આવેલ મચ્છુ - 1 ડેમનો દરવાજાની શાફ્ટીન તૂટી ગયા બાદ ડેમનો દરવાજો તૂટી ગયો હોવાની અને ડેમનો દરવાજો તૂટી જતા મોરબીની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગયાની અફવા ફેલાઇ હતી. જો કે ડેમ વિભાગના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે ડેમના દરવાજાની શાફટીન ત્રણ ચાર દિવસ પહેલા તૂટી હતી જે રીપેર કરી નાખવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નજીક આવેલ મચ્છુ ડેમ - 1 ના દરવાજાની શાફટીન ત્રણથી ચાર દિવસ પહેલા તૂટી જતા સિંચાઈ વિભાગ દ્વારા તાબડતોબ રીપેરીંગ કાર્ય કરી લેવાયું હતું. જો કે આ દરવાજાનું વધુ રીપેરીંગ ડેમ ખાલી થયા બાદ જ શક્ય હોવાનું ડેમ વિભાગના અધિકારી ભોરણીયાભાઈએ જણાવ્યું હતું. બીજી તરફ મચ્છુ - 1 ડેમની શાફટીન તૂટવાની ઘટનામાં આખો દરવાજો તૂટી ગયો હોવાનું અને ડેમનો દરવાજો તૂટતા મોરબીની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગયાની અફવા પણ વ્યાપક રૂપમા ચર્ચામાં આવી હોવાનું જાણવા મળે છે.