મોરબી : મોરબીના લૂંટાવદર ગામ નજીક સીએનજી રીક્ષાના ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચતા સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી રીક્ષા ચાલક નાસી જતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લૂંટાવદર ગામ નજીક આવેલ મેટ્રો કારખાના પાસે સીએનજી રીક્ષા નંબર જીજે - 36 - u - 3693ના ચાલકે બાઈક નંબર જીજે - 03 - FR - 9718 લઈને જઈ રહેલા રણજીત વર્મા નામના યુવાનને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચતા રણજીતનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જો કે, અકસ્માત સર્જી રીક્ષા ચાલક નાસી જતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં મૃતકના ભાઈ બુધ્ધનભાઈ લલનભાઈ વર્માએ ફરિયાદ નોંધાવી છે.