મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામની સીમમાં વોકળા કાંઠે જાહેરમાં જુગાર રમી રહેલા છગનભાઇ ખોડાભાઈ ગાંભવા, લખમણભાઈ ભલાભાઈ પરમાર અને માલાભાઈ નાનજીભાઈ પરમારને તાલુકા પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1650 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.