મોરબી: મોરબી ઝૂલતા પૂલ કેસમાં ઓરવાના એમડી જ્યંસુખ પટેલ સામે કોર્ટમાં આજે પુરવણી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. અગાઉ નવ આરોપીઓ સામે જે ચાર્જશીટ ફાઇલ થઈ હતી તેમાં જ્યંસુખ પટેલનું મુખ્ય અને દસમા આરોપી તરીકે નામ ઉમેરાયું હતું. ત્યારે હવે તેમની સામે કાયદાનો વધુ સિકંજો કસવા માટે પુરવણી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખભાઈ પટેલ સામે આજે જજ ખાન સાહેબની કોર્ટમાં પુરવણી ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. જો કે અગાઉ નવ આરોપીઓ સામે ચાર્જશીટ કરવામાં આવી હતી અને આ ચાર્જશીટમાં જયસુખભાઈ પટેલનું મુખ્ય આરોપી તરીકે નામ દર્શાવેલ હતું. ત્યારે હવે જયસુખભાઈ પટેલની ધરપકડ બાદ મોરબી પોલીસ દ્વારા પુરવણી ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેલહવાલે રહેલા ઓરવાના એમડી જયુસુખ પટેલે થોડા સમય પહેલા હાઈકોર્ટેના આદેશ મુજબ મૃતક પરિવારોને વળતર ચૂકવવા માટે વચગાળાના જામીન માંગ્યા હતા. પણ સરકારી વકીલની આ મૃતકોને વળતર ચૂકવવા માટે અન્ય ડિરેક્ટરો હોવાથી તેમને જામીનની જરૂર ન હોવાની દલીલના આધારે કોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારે હવે તેમની સામે કાયદાનો વધુ સિકંજો કસવા માટે પુરવણી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.