મોરબી : મોરબીના હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા તા. ૧૨ માર્ચને રવિવારે સવારે ૯ થી ૧ કલાકે માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, સનાળા રોડ ખાતે નેચરલ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે. જેમાં બાળકો માટે કબજીયાતમાં ઉપયોગી એવી ગરમાળાની સીંગ વિના મૂલ્યે આપવામાં આવશે તેમજ રાહતદરે ફૂલછોડનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત હરડે પાઉડર, ગૌમૂત્ર અર્ક, દેશી ગોળ, આમળા- શિકાકાઈ પાઉડર જેવી અનેક નેચરલ વસ્તુઓ ઉપલબ્ધ રહેશે. આ વિતરણ વ્યવસ્થાનો મોરબીની જનતાને લાભ લેવા કેન્દ્રના સંયોજક જીતુભાઈ ઠક્કરે જણાવ્યું છે.