ટંકારા : ટંકારા તાલુકાના જીવાપર ગામે કેશુભાઈ પચોટીયાની વાડીએ રહી ખેત મજૂરી કરતા ધારજીભાઈ સાબુરભાઈ તલાટના 16 વર્ષના પુત્ર અશ્વિને કોઈ અગમ્ય કારણોસર જીવાપરની જીજુ નદીના કાંઠે આવેલ લીમડાના ઝાડ સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.