સામાજિક કાર્યકરે સરકારી કચેરીઓમાં થતો એસીનો ગેરઉપયોગ અટકાવવા કલેકટરને રજુઆત કરી મોરબી : મોરબીની ધણીજ સરકારીકચેરીમા અરજદારોને બેસવા માટે ખુરશી કે બાંકડા નથી પીવાના પાણીની કોઈ સુવીધા નથી આ બાબતે રજુઆત આવતા સામાજિક કાર્યકરે જાત તપાસ કરતા જીલ્લા સેવા સદન તથા તાલુકા સેવા સદનમાં જરૂરીયાત મુજબ કોઈ સેવા ઉપલબ્ધ નથી જયા૨ે કચેરીના રૂમો તપાસ કરતા બીન જરૂરી એ.સી.ચાલુ હોવાની ગંભીર બાબત સામે આવી હતી મોરબીના સામાજિક કાર્યકર પીપી જોષીએ કલેકટરને રજુઆત કરી હતી કે, સરકારના પરીપત્ર મુજબ કલાસ વન ઓફીસરને એ.સી.ની સુવિધા આપવામા આવે છે જયારે અહીયા તપાસ કરતા બધાજ કર્મચારી અધિકારીને એસીની સુવિધા ચાલુ છે. અને સરકારને લાખો રૂપીયાના બીલ ભરવા પડે છે જે પ્રજાને જ ભોગવવાના હોય છે પરંતુ અરજદાર પ્રજા માટે જે ટેકસ ભરે છે. જન સેવા કેન્દ્રના ફીના પૈસા ભરે છે તેને કોઈ સુવીધા આપવામા આવતી નથી જે ધણીજ દુઃખદ બાબત છે અને અરજદાર પારવાર મુશ્કેલી ભોગવે છે તો આ બાબતે જેટલા ગેરકાયદેસર એ.સી.નાખવામા આવેલ છે. તે સરકારના હિતમા બંધ કરાવવા જરૂરી છે જે સામાન્ય કર્મચારી પણ હાલમાં એ.સી.ની સુવીધા ભોગવે છે જે કેટલુ વ્યાજબી ગણાય તેમજ એ.સી.બાબતે સરકારના પરીપત્રનો ખુલેઆમ ભંગ થાય છે . આ બાબતે તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.