મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર ઘુનડા રોડ ઉપર રવાપર રેસિડેન્સી પાસેથી યામાહા મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની એક બોટલ સાથે નીકળેલા હાર્દિક પ્રભુભાઈ ગજરા અને સમીર ગુલામહુસેન સુમરાને ઝડપી લઈ રૂપિયા 50,375નો મુદ્દામાલ કબ્જે કરી દારૂની બોટલ આપનાર ધીરેન દિનેશભાઇ ચાવડા રહે.વજેપર વાળાને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.