મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે ઇન્દિરાનગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા બનુભાઇ વાલજીભાઇ વિઠ્ઠલાપરા, સુખાભાઇ અમરશીભાઇ દેથરીયા, કાનજીભાઇ અમરશીભાઇ દેથરીયા, અજયભાઇ વીક્રમભાઇ માનેવાડીયા, હર્ષદભાઇ મનશુખભાઇ માનેવાડીયા અને સુભાષભાઇ ગોવીંદભાઇ ઝીંઝવાડીયાને રોકડા રૂપિયા 5340 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.