પોલીસે બાવળની કાટમા છુપાવેલ 1.04 લાખનો દારૂ કબ્જે કરી અન્ય આરોપીઓના નામ ખોલાવ્યા મોરબી : મોરબીના ઘુટુ રોડ ઉપર મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી બાવળની કાટમાંથી રૂ.1.04 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબજે કરી એક આરોપીને અટકાયતમાં લીધો હતો સાથે જ દારૂના આ ધંધામાં સામેલ અન્ય આરોપીના નામ ખોલાવી ફરાર દર્શાવવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, ઘુટુ રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટી પાછળ બાવળની ઝાળીમા વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ બાતમીને આધારે પોલીસ ટીમે દરોડો પાડતા આરોપી રવિ રમેશભાઈ વિંઝવાડિયાના કબ્જામાંથી મૂનવોક ઓરેન્જ વોડકા બોટલ નંગ 36, બ્લેન્ડર્સ પ્રાઇડ બોટલ નંગ 30, રોયલ ચેલેન્જ બ્રાન્ડની બોટલ નંગ 77, ઈંપેક્ટ બ્લ્યુની 180 એમએલની બોટલ ચપલા નંગ 150, કિંગ ફિશર બિયર ડબલા 127 નંગ મળી કુલ રૂપિયા 1,04,040નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન આરોપી રવીની પૂછપરછ દરમિયાન આ ગોરખધંધામા આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે બબુ ઝાલા જુના ઘુટુ રોડ વાળાની સંડોવણીની કબૂલાત આપતા પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.