ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં આગામી તારીખ 11 માર્ચ ને શનિવારના રોજ વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 11 માર્ચ ને શનિવારે રાત્રે 8:30 કલાકે જબલપુર પ્રાથમિક શાળામાં 'સપનો કી ઉડાન' વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી બાળ સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરાયું છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ટંકારા તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ પુષ્પાબેન કમારીયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અનેક મહેમાનો કાર્યક્રમમાં હાજરી આપશે. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.