મોરબી : ગઈકાલે મોરબી સબ જેલમાં ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.મોરબી સબજેલમાં રહેલા બંદીવાન પોતાના પરિવારથી દૂર હોય તેઓને માનસિક તનાવ ન ઉદભવે તેમજ ભાઈચારાની ભાવના રહે તે હેતુસર જેલમાં રંગોના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોરબી સબ જેલના અધિક્ષક ડી. એમ. ગોહેલ, ઈન્ચાર્જ જેલર પી. એમ. ચાવડા, જેલ સ્ટાફ તેમજ જેલમાં રહેલા અલગ-અલગ ધર્મના તમામ બંદીવાનોએ ધુળેટીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી.