વાંકાનેર : વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે ગરબી ચોકમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડતા જુગરીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને જુગાર રમી રહેલા કિશોરભાઈ નરશીભાઈ ડેડાણીયા અને સંદિપભાઈ દિનેશભાઈ દેત્રોજા રોકડા રૂપિયા 1780 સાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે પોલીસને જોઈ આરોપી પિન્ટુભાઈ ભીખાભાઈ રોરીયા, વિપુલભાઈ હકાભાઈ ડાભી, સુનિલભાઈ કેશુભાઈ સતરોટીયા, જેન્તીભાઈ કાળુભાઈ ડેડાણીયા, વિજયભાઈ ગીરધરભાઈ સારલા અને ભરતભાઈ લાખાભાઈ સિંહોરા નામના શખ્સો ભાગી જતા પોલીસે આઠેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.