મોરબી : આગામી તા. 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસના અવસરે મોરબીના સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, N. I. M. A., મોરબી અને ડૉ. હર્ષાબેન મોર દ્વારા મોરબીમાં સાપ્તાહિક ફ્રી યોગા ફોર પ્રેગ્નન્ટ વુમન અને ગર્ભ સંસ્કાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં સદભાવના હોસ્પિટલના સિનિયર ડોક્ટર ડો. હર્ષાબેન મોર ગર્ભસંસ્કાર અને યોગ અંગે માહિતી અને માર્ગદર્શન આપશે. દર બુધવારે યોજાનાર ફ્રી સેમિનાર માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે ડૉ. હાર્દિક જેસ્વાણી (મહેશ્વરી હોસ્પિટલ, સાવસર પ્લોટ,મોરબી) ના મોબાઈલ નંબર - 92288 00108 પર ફક્ત વોટ્સએપ મેસેજ કરવા જણાવાયું છે. દર બુધવારના યોજાનાર આ નિઃશુલ્ક સેમિનાર કેમ્પમાં વધુ ને વધુ મહિલાઓ લાભ લે તેવી હિતમ્ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર રવિચંદ જેસ્વાણી - ટ્રસ્ટીશ્રી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.