મોરબી પાલિકાના ડ્રાઈવરોની પ્રમાણિકતા, મળેલું પર્સ મૂળ માલિકને પરત કર્યું

- text


મોરબી : આજ રોજ બપોરે 3 વાગ્યાના સમયે મોરબીના સ્ટેશન રોડ ઉપર વ્યાયમ શાળા પાસેથી નગરપાલિકાના ડ્રાઈવરો વિનય ભટ્ટ, ચેતન પટેલ, ભાવેશ રાઠોડ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓને એક લેડીસ પર્સ મળ્યું હતું. આ પર્સ ડ્રાઈવરોએ પ્રામાણિકતા દાખવીને મૂળ માલીક યુનુસભાઈ કટીયા (રહે. લાતી પ્લોટ)ને શોધીને પરત કર્યું હતું. આ પર્સમાં રૂપિયા તથા મોબઇલ તેમજ જરુરી સામન હોય તે પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text

- text