મોરબી : વાંકાનેરના અજરામર એક્ટિવ અસોર્ટ ગૃપ દ્રારા અનોખી રીતે હોળી-ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડો. ગૂરૂદેવ નિરંજન મૂનીજી અને ગૂરૂદેવ ચેતન મૂનીજીની પ્રેરણાથી આ ગૃપના સભ્યો દ્વારા સ્લમ એરિયામાં રહેતા જરૂરિયાત મંદ બાળકોને હોળી ધુળેટીની ઉજવણી રૂપે ખજૂર, ધાણી અને મસાલાવાળા દાળિયાનું અંદાજે 111 પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. નોંધનીય આ ગૃપ દ્રારા પુણ્યતિથિ, જન્મદિવસ, લગ્ન દિવસ, જીવદયા, માનવતાના સેવા કાર્યો કરવામાં આવે છે.