મોરબી : વાંકાનેરના જામસર - ભીમગુડા રોડ ઉપર પોલીસે શંકાસ્પદ હાલતમાં થેલી લઈને નીકળેલા જામસર ગામના મુકેશ મનસુખભાઇ દંતેસરિયા નામના યુવાનને રોકવા પ્રયાસ કરતા મુકેશ થેલી છોડી મુઠ્ઠીઓ વાળી નાસી ગયો હતો. જો કે, પોલીસે થેલી ચેક કરતા થેલીમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની બે બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે મુકેશને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.