મોરબી : મોરબી તાલુકાના વનાળીયા ( શારદા નગર ) ગામની સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના દ્વારા કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા પ્રેરણાદાયક નાટક રજૂ કરાયું હતું. વિદાયમાન સમારોહમાં વિદ્યાર્થીઓ દ્વારા શાળા પ્રત્યેની લાગણી તથા સમગ્ર અભ્યાસ દરમિયાન થયેલા અનુભવો,પ્રતિભાવો, સરળ-સચોટ શૈલીમાં વક્તવ્ય દ્વારા વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા યુ.એસ.ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન શાળામાં વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. વાલીઓના હસ્તે હોલ ટિકીટ અને મુખ્યમંત્રીના શુભેચ્છા સંદેશાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના શિક્ષણવિદ હાજીભાઈ સુમરા દ્વારા શાળા ને પુસ્તક અર્પણ કરાયું હતું આ કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે બોર્ડની લેખિત પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓ સારા રેંન્કથી પાસ થાય તેવી શાળાના સમગ્ર સ્ટાફ ગણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.