મોરબી : મોરબીના ખત્રીવાડમા સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા હસમુખભાઇ બળવંતભાઇ ચૌહાણ, કિશનભાઇ દિનેશભાઇ ઝીંઝુવાડીયા, સીકંદરભાઇ હુસેનભાઇ શેખ, અકબરભાઇ જમાલભાઇ સીપાઇ અને રહીમભાઇ હુસેનભાઇ રાઠોડને તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 16,200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.