મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કપિલા હનુમાન સામે આવેલ ઉમા કિડ્સ સ્કૂલમાં આજે ધુળેટીની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુદરતી કલરો સાથે નાના ભૂલકાઓએ ધુળેટીનું પર્વ મનાવ્યું હતું. નાના બાળકોએ એકબીજા ઉપર કલરો ઉડાડી નિર્દોષ ધમાલ મસ્તી કરીને ધુળેટી મનાવી હતી. શાળાના સંચાલકે જણાવ્યું હતું કે આજે હોળી હોય અને આવતીકાલે ધુળેટીની રજા રાખી હોવાથી બાળકો આનંદ ઉલ્લાસ સાથે ધુળેટી પર્વ ઉજવી શકે તે માટે આ શાળામાં આજે ધુળેટી પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ બાળકોએ એકદમ મુક્તમને ધુળેટી રમીને નિર્દોષ આનંદ માણ્યો હતો.