પથિક સોફ્ટવેરમા હોટલના રોકાતા ગ્રાહકોની નોંધ નહીં કરનાર વિરુદ્ધ પણ કડક કાર્યવાહી, પરપ્રાંતીય મજૂરને ખેતીકામે રાખનાર ખેડૂતો પણ ઝપટે ચડ્યા મોરબી : મોરબી જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકોની મોરબી એશ્યોર એપ્લિકેશનમા ઓનલાઈન નોંધણી નહિ કરનાર આસામીઓ વિરુદ્ધ પોલીસની ઝુંબેશ યથાવત રાખવામા આવી હતી સાથે જ હોટલમાં રોકાતા ગ્રાહકોની પથિક સોફ્ટવેરમાં નોંધ કરવી ફરજિયાત હોવા છતાં આવી નોંધ નહિ કરનાર હોટલ સંચાલકો પણ પોલીસની ઝપટે ચડયા હતા અને ગઈકાલે કુલ 17 આસામીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં જાહેરનામા ભંગ સબબ સીટી એ ડિવિઝન પોલીસે જેલ રોડ ઉપર આવેલ ગુરુકૃપા હોટલના સંચાલક ચેતન કાળુભાઇ મકવાણા તેમજ રવાપર રોડ ઉપર ક્રિમ પેલેસ હોટલના સંચાલક રાકેશ તુલસીભાઈ ભોજવાણી વિરુદ્ધ નિયમ મુજબ પથિક સોફ્ટવેરમાં નોંધ નહિ કરવા બદલ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી નવા બસસ્ટેન્ડ પાછળ બાંધકામ કોન્ટ્રાકટર રામજી મોહનભાઇ ચાવડાએ પરપ્રાંતીય કામદારો અંગે પોલીસને જાણ ન કરતા જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી. જ્યારે મોરબી તાલુકા પોલીસે વાઘપર ગામની સીમમાં આવેલ શિવ મિનરલના માલિક દિનેશ નરભેરામભાઈ બાવરવા, લીલાપર ગામની સીમમાં ઇટનો ભઠ્ઠો ધરાવતા ધર્મેશ ચંદુલાલ પાટડીયા, જુના ઘુટુ રોડ ઉપર વિકાસ સીરામીક કારખાનાના લેબર કોન્ટ્રાકટર હેમંતકુમાર રામેશ્વરનાથ ગુપ્તા, પીપળી ગામની સીમમાં એલડોરાડો રોકસ્ટોન કારખાનાના કોન્ટ્રાકટર લેબાજી ખેમાજી ઠાકોર, પીપળી ગામની સીમમાં આવેલ પૂજા મિનરલના માલિક મનીષ રમેશભાઈ કોટડીયા વિરુદ્ધ પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખી એસ્યોર મોરબી એપમાં નોંધ નહિ કરવા બદલ કાર્યવાહી કરી હતી. સાથે જ એસઓજી ટીમ મોરબી દ્વારા ટિમ્બડી પાટિયા પાસે આવેલ હોટલ અશ્વમેઘના સંચાલકે પથિક સોફ્ટવેરમાં ઉતારુઓની નોંધ નહિ કરતા તાલુકા પોલીસ મથકમાં જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત વાકાનેર સીટી પોલીસે રાજા વડલા ગામની સીમમાં આવેલ હામવી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના કોન્ટ્રાકટર સોકત રહમાનભાઈ સિંધી, વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સિગ્નેચર સિરામિકના કોન્ટ્રાકટર દેવરાજ હરિલાલ પરમાર વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી. જ્યારે ટંકારા પોલીસે ધ્રોલિયા ગામે પરપ્રાંતીય ખેત મજૂરોને કામે રાખી પોલીસને જાણ નહિ કરનાર જોધાભાઈ વાલાભાઈ ઝાપડા, અમરાપર રોડ ઉપર હુસેની પોલ્ટ્રી ફાર્મમા બહારના માણસો કામે રાખનાર ઉસ્માનભાઈ વલીભાઈ બાદી, લતીપર ચોકડીએ ભંગારના ધંધાર્થી સાંવરલાલ હરજીરામ ગુર્જર વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી હતી. આ સાથે માળીયા મિયાણા પોલીસ ટીમે માળીયા જામનગર હાઇવે ઉપર સિવાયા એગ્રીકોમના સુપરવાઈઝર વિરલ જયેશભાઇ માનસરા તેમજ ખાખરેચી ગામની સીમમાં વાઈટ ટોન માઇક્રોન નામના કારખાનાના કોન્ટ્રાકટર વિરુદ્ધ પરપ્રાંતીય મજૂરોને કામે રાખી એશ્યોર મોરબી એપમાં નોંધ નહિ કરવા બદલ કાનૂની કાર્યવાહી કરી હતી. તેમજ હળવદ પોલીસે હળવદ જીઆઇડીસીમા લક્ષ્મી ગવાર નામના કારખાનામાં બહારના મજૂરોને કામે રાખી પોલીસને જાણ નહિ કરી ઓનલાઈન નોંધણી ન કરવા સબબ કોન્ટ્રાકટર ઋષિકેશસિંગ શ્રીબદ્રીનાથ ઠાકુર વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.