મોરબી: મોરબીના વાવડી રોડ પર ઉમિયા ગેટની અંદર આવેલા સ્વાતિ પાર્ક ખાતે તારીખ 27 માર્ચ થી 29 માર્ચ સુધી હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા તથા યશ વિનોદભાઈ કવૈયા દ્વારા સ્વાતિ પાર્ક ખાતે આયોજિત કથાનો તારીખ 27 માર્ચના સોમવારથી પ્રારંભ થશે અને 29 માર્ચ બુધવારના રોજ કથા પૂર્ણ થશે. દરરોજ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી મોરબીના નિખીલભાઈ જોષી વ્યાસપીઠ પર બિરાજી પોતાની સંગતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. તો આ કથાનો લ્હાવો લેવા સર્વે ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત શાસ્ત્રીજી નિખીલભાઈ જોષીની યુટયુબ ચેનલ પર આ કથા લાઈવ નિહાળી શકાશે.