મોરબી: મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના સુચના હેઠળ તેમજ ડીવાયએસપી ઝાલા અને ડીવાયએસપી ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ પોલીસ લાઈનમાં આવેલી આંગણવાડી ખાતે સર્વ રોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના ખ્યાતનામ ડોક્ટરની ટીમ જેમાં ઓર્થોપેડિક, ડેન્ટલ, બાળકોના , ચામડીના તેમજ સ્ત્રી રોગના મળી કુલ ૧૨ ડોક્ટરની ટીમ હાજર રહ્યા હતા. આ મેડીકલ કેમ્પનો તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ તેના પરિવારે સાથે લાભ લીધો હતો.