એલસીબીએ હળવદના ઘનશ્યામપુર નજીક પાડેલા જુગાર દરોડામા 1 લાખથી વધુની રોકડ કબ્જે હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુરથી ભલગામડા જવાના રસ્તે આવેલી પ્રવિણની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી પાના ટીચી રહેલા પાંચ પ્રવિણ નામના શખ્સો સહિત કુલ આઠ જુગારીઓને ઝડપી લઈ 1 લાખથી વધુ રોકડ કબ્જે કરી હળવદ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી પોલીસ ટીમને બાતમી મળી હતી કે, હળવદ તાલુકાના ઘનશ્યામપુરથી ભલગામડા જવાના રસ્તે આવેલી પ્રવિણ મધુભાઈ રજપૂતની વાડીમાં જુગાર રમાઈ રહ્યો છે, જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જાહેરમા જુગારની મહેફિલ માંડનાર હળવદના પ્રવિણ ઉર્ફે પીટર લીંબાભાઈ કલોતરા, હિતેશગીરી નરભેગીરી ગૌસ્વામી, અજય પરબતભાઇ ક્લોતરા, પ્રવિણ ધનજીભાઈ ગોદાવરિયા, જુના ધનાળા ગામના પ્રવિણ ગાંડાભાઈ ચાવડા, મોરબી મહેન્દ્રનગરના પ્રવિણ તળશીભાઈ આદ્રોજા, અણીયારી ગામના ભાર્ગવ લલિતભાઈ અઘારા અને હળવદના પ્રવિણ વસરામ રાસળિયા નામના આઠ શખ્સો તીનપતિ રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. એલસીબી પોલીસે જુગારની મહેફિલના જામેલા રંગમાં ભંગ પાડી રોકડા રૂપિયા 1,00,900 તેમજ રૂપિયા 3000ની કિંમતના 5 મોબાઈલ ફોન મળી 1,03,900નો મુદ્દામાલ કબ્જે કરી આઠેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.