મોરબી : આવતીકાલે તારીખ 3જી માર્ચના રોજ PPW (પરશુરામ પોટરી વર્કસ) ફીડર હેઠળના વિસ્તારોમાં સવારે 8-30 થી 10-30 સુધી સમારકામ માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. પરશુરામ પોટરી વર્કસ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં શારદા સોસાયટી, ધર્મ સિદ્ધિ, ઋષભ નગર, મિલન પાર્ક, ભવનશ્વરી પાર્ક, અનુપમ સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રાખવામાં આવશે. કામગીરી પૂર્ણ થયે વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવશે.