મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં તા.6ને સોમવારના રોજ હિન્દુ અને મુસ્લિમ સમાજ સાથે મળીને દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનો પર્વ ઉજવશે. આ વેળાએ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે રાત્રે 9:30 થી 11:30 સુધી પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ ઉઠાવી છે. આ મામલે તેઓએ એ ડિવિઝન પોલીસમાં રજુઆત પણ કરી હોવાનું જણાવ્યું છે..