મોરબી : મોરબીમાં રઘુવંશી સેવા સમિતિ દ્વારા આગામી તા.11/6/2023ના રોજ રઘુવંશી સમાજના પ્રથમ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં જોડાવવા માંગતા રઘુવંશી સમાજના યુવક-યુવતીઓ અને વાલીઓએ છેલ્લી તા.11/5/2023 સુધીમાં લગ્ન નોંધણીના ફોર્મ સંસ્થાની ઓફિસ ખોડિયાર ટ્રેડ સેન્ટર, પહેલો માળ, નવા ડેલા રોડ રઘુવંશી સેવા સમિતિ મોરબી ખાતે પહોંચાડી દેવા અપીલ કરવામાં આવી છે. આ સમુહલગ્નમા જોડાનાર યુગલોના મેરેજ સર્ટિફિકેટની જવાબદારી આ સંસ્થાની રહેશે. આ લગ્ન નોંધણીની વધુ વિગતો માટે પરેશભાઈ કાનાબાર-9376049999, તેજશભાઈ બારા-9687899499, ભરતભાઇ રાચ્છ-9426438765 પર સંપર્ક કરવા યાદીમા જણાવ્યું છે.