ટંકારા : ટંકારા તાલુકાના જીવાપર ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીએ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર આયોજિત અંડર- 9 અને 11 એથલેટિક સ્પર્ધામાં ઊંચી કુદમાં ગોલ્ડ મેડલ મેળવી ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે. ટંકારા તાલુકાના જીવાપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની કાજલ દિનેશભાઈ તંબોળિયાએ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર આયોજિત અંડર- 9 અને 11 એથલેટિક સ્પર્ધામાં ઊંચી કુદમાં અન્ડર- 9 કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. સાથે જ કાજલને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. આમ જીવાપર ટંકારા શાળાની વિદ્યાર્થિનીએ ગોલ્ડ મેડલ મેળવીને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ રાજ્ય કક્ષાએ વધાર્યું છે.