શાળાની ૨૫૦ વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું મોરબી: મોરબી જિલ્લાના ચંદ્રપુર ગામની સંસ્કૃતિ વિદ્યાલયમાં મુંજવણમાં માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતી ૨૫૦ વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી દ્રારા ચંદ્રપુર ગામમાં આવેલી સંસ્કૃતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓને શારીરિક શિક્ષણ બાબતે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી મુંજવણમાં માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની ધો. ૬ થી ૧૨ બહેનોને ડો. સાહિસ્તા કડી વાર અને ડો. હિરલબેન ચંદારાણા દ્રારા શારીરિક શિક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ૨૭૫ કરતા વધુ વિદ્યાર્થીની બહેનોને આરોગ્ય વિભાગ દ્વારા સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને મુંજવતા પ્રશ્નોના ડો. હિરલબેન ચંદારાણા દ્રારા વૈજ્ઞાનિક જવાબો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મુસ્તાક સાહેબ, સ્ટાફગણ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠીના મેડીકલ ઓફીસર ડો. સાહિસ્તા કડીવાર, ચંદ્રપુરના હેલ્થ એન્ડ વેલનેસના એફએચડબ્લયુ તેમજ આરબીએસકે એફએચડબ્લયુ સોનલબેન ઝાલાએ જહેમત ઉઠાવી હતી.