મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર તા.23ના રોજ એક સાથે 50 જેટલી દુકાનોમાં ચોરી થવા મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગત તા.23ના રોજ તસ્કરોએ તરખાટ મચાવી એક સાથે 50 જેટલી દુકાનોના શટર તોડી નાની મોટી રકમની ચોરી કરતા આ ઘટના મામલે પંચાસર રોડ ઉપર રહેતા સીરામીકના ધંધાર્થી અરુણભાઈ દલસુખભાઈ અંબાણીએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ જુદી - જુદી દુકાનોમાં ચોરી કરવા મામલે 700 રૂપિયા રોકડા, 5000ની કિંમતનો જૂનો મોબાઈલ ફોન, 1000 રૂપિયાનો એસીનો પાઇપ સહિત અન્યની દુકાનો - ઓફિસોમાં ચોરી કરવા સંદર્ભે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.