સમૂહલગ્નમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા મોરબી : મોરબીના ધક્કાવાળી મેલડી માતાના મંદિરે છઠ્ઠા સમૂહલગ્ન યોજાયા હતા. આ સમૂહલગ્નમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા મોરબીના રેલવે સ્ટેશન પાસે નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાના મંદિરે છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નમાં 11 દીકરીઓએ લગ્નગ્રંથિથી જોડાયને સંસાર જીવનની શરૂઆત કરી હતી. આ દીકરીઓને ધક્કાવાળી મેલડી માતાના મંદિર તરફથી કરિયાવર રૂપે 200 વસ્તુઓ આપવામાં આવી હતી. આ સમૂહલગ્નને સફળ બનાવવા ધનુંભા જાડેજા, શૈલેષભાઇ જાની, વિનુભાઇ ડાંગર ,દીપકભાઈ, રઘુભા ઝાલા સહિતના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.