હળવદ સ્મશાન નજીક પારકા પૈસાની ઉઘરાણી કરી યુવાનને ઢીબી નાખ્યો હળવદ : હળવદ શહેરમાં કાર સર્વિસ સ્ટેશન ચલાવતા યુવાને ઉછીના લીધેલા પૈસા મામલે પારકો ઝઘડો ઉછીનો લેનાર માથાભારે શખ્સે મારા ભાઈના પૈસા કેમ પાછા નથી આપતો કહી યુવાનને લોખંડના પાઇપ વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરમાં વાણીયાવાડમા રહેતા અને કાર સર્વિસનો ધંધો કરતા ચિંતન જીતેન્દ્રકુમાર રાવલે અગાઉ ચેતન ગોહિલ નામના યુવાન પાસેથી રૂપિયા 10 હજાર ઉછીના લીધેલા હોય જે પૈસાની ઉઘરાણીનો હવાલો લઈ ગઈકાલે પિયુષ ચીમન સંચાણિયા નામના શખ્સે ચિંતનને હળવદ સ્મશાન પાસે આવી મારા ભાઈના પૈસા કેમ નથી આપતો કહી લોખંડના પાઇપ વડે મારી છરી લઈ મારવા દોડ્યો હતો. બનાવ અંગે ચિંતન રાવલે હળવદ પોલીસ મથકમાં પારકા પૈસાની ઉઘરાણી કરનાર પિયુષ ચીમન સંચાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 323, 325, 504 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.