દસ્તાવેજી પૂરાવા રજુ કર્યા બાદ કેસ આગળ ચાલશે : મૃતકોના વકીલ મોરબી : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં નિર્દોષ ૧૩૫ નાગરિકોનો ભોગ લેવાયો હતો જે અંગે પોલીસે ચાર્જશીટ રજુ કરી દેતા મોરબી સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં ગઈકાલે દસ્તાવેજી પુરાવા માટે મેટર મુકવા કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી અને અને તે રજુ કર્યા બાદ કેસ આગળ ચાલશે તેમ મૃતકોના વકીલે જણાવ્યું હતું મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં પોલીસે ઓરેવા ગ્રુપના મેનેજર સહિતના નવ આરોપીઓની ધરપકડ કરી હતી જેઓની જમીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી અને અગાઉ ઝડપાયેલા નવ આરોપીઓને કોર્ટમાંથી કોઈ રાહત મળી ના હતી તો ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ પણ કોર્ટ સમક્ષ હાજર થતા તેમના રિમાન્ડ મેળવીને બાદમાં જેલહવાલે કરવામાં આવ્યા છે. જે કેસ અંગે આજે મૃતકોના પરિવારના વકીલ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે સેસન્સ કોર્ટમાં દસ્તાવેજી પુરાવા માટે મેટર મુકવા તારીખ મળી હતી જેમાં આગામી ૯ માર્ચની મુદત પડી છે. વધુમાં પ્રોસીક્યુશન તરફથી દસ્તાવેજી પુરાવા રજુ કર્યા બાદ આગળ કેસ ચલાવવામાં આવનાર છે તો જયસુખ પટેલને આરોપી દર્શાવ્યા છે જેથી ફર્ધર ચાર્જશીટ રજુ થાય ત્યારે મૃતકોના પરિવાર વતી તેઓ અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે તે સમયે કાગળોનો અભ્યાસ કરી આરોપીઓની સંડોવણી ખુલશે તો તેની સામે પણ કાયદેસર કાર્યવાહી થાય તે માટે લડત ચલાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.