ટ્રાફિક નિયમનના અભાવે રાત્રીના વાહનોની કતાર લાગવાના દ્રશ્યો રોજિંદા બન્યા મોરબી : મોરબીની સ્વાગત ચોકડીએ ટ્રાફિક જામ થયો છે. જેના કારણે વાહનચાલકો અકળાયા ઉઠ્યા છે. જો કે ટ્રાફિક નિયમનના અભાવે રાત્રીના વાહનોની કતાર લાગવાના દ્રશ્યો અહીં રોજિંદા બન્યા છે. આજે રાત્રીના સમયે શહેરનો પોશ વિસ્તાર ગણાતા સ્વાગત ચોકડી ખાતે વાહનોની લાંબી કતારો જામી છે. જો કે આ ઘટના માત્ર આજની નથી. જલ્દી નીકળવાની લ્હાયમાં આડેધડ વાહનો વચ્ચે નાખવાના કારણે અહીં દરરોજ રાત્રીના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર પોશ વિસ્તાર છે. અહીં ટ્રાફિકની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે. તંત્રએ આનું નિરાકરણ લાવવા પગલાં લેવાની તાતી જરૂર છે.