મોરબી : મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવી શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત આર.ઓ. પટેલ મહિલા કોલેજની Bachelor of Commerce ની વિધાર્થિની રાઠોડ વિધિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોમર્સ વિદ્યાશાખામાં યુનિર્વિસટી કક્ષાએ પ્રથમ નંબર સાથોસાથ મોરબી જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવી કોમર્સ વિદ્યાશાખામાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે. બીજી વિદ્યાર્થીની ચાવડા નિકિતાએ યુનિવર્સિટી કક્ષાએ ત્રીજો નંબર અને મોરબી જિલ્લા કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કરી સંસ્થા, કોલેજ અને પોતાના પરીવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ગુંજતું કર્યું છે. Bachelor of Computer Application (BCA) માં દેસાઈ પ્રીન્સીએ યુનિવર્સિટી કક્ષાએ પાંચમો નંબર તથા મોરબી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી કમ્પ્યુટર વિદ્યાશાખામાં પોતાનું નામ મોરબી જિલ્લામાં ગુંજતું કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી વિદ્યાશાખાઓની સરખામણીએ કોમર્સ વિદ્યાશાખામાં સ્ટુડન્ટ્સ સંખ્યા સૌથી વધુ જોવા મળે છે અને આટલી વિશાળ સંખ્યામાં મોરબીની સામાન્ય પરિવારની દીકરીઓએ કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસ વગર પોતાના આપબળે યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ નંબરે અને ત્રીજા નંબરે આવવું ખૂબ જ મુશ્કેલ કહી શકાય. કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ શ્રી બેચરભાઈ હોથી, અઘ્યક્ષ વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, વાણિજ્ય વિદ્યાશાખાના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા સર્વે કોમર્સ અને કમ્પ્યુટર સ્ટાફગણ તરફથી ત્રણેય વિદ્યાર્થીનીને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.