મોરબી : મોરબી એલસીબીએ ઉમા ટાઉનશિપ રોડ ઉપરથી એક શખ્સને પિસ્તોલ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલસીબીએ બાતમીના આધારે ભીમસર ચોકડી, ઉમા ટાઉનશીપ રોડ ઉપરથી આરોપી જાવલો ઉમરભાઇ મતવા રહે. સીપાઇવાસ મસ્જીદની બાજુમાં, મોરબીવાળા પાસેથી દેશી હાથ બનાવટની લોખંડની મેગ્ઝીન વાળી પીસ્તોલ તથા જીવતો કાર્ટીસ-1 સાથે પકડી પાડી મોરબી સિટી બી ડીવી પો.સ્ટે.ને આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે. આ કામગીરીમાં પીઆઇ ડી.એમ.ઢોલ, કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી. જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબી સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.