રીક્ષામાં બેસીને મોરબીથી અણીયારી કામે જતી વખતે અકસ્માત નડ્યો મોરબી : મોરબી માળિયા હાઈવે પર આજે સવારે રીક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી.જેમાં ત્રણ વ્યક્તિને ઈજા પહોચી હતી. રીક્ષામાં બેસીને મોરબીથી અણીયારી કામે જતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી - માળિયા હાઈવે ઉપર આવેલ અર્જુનનગર ગામ નજીક રીક્ષા અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા અસીમભાઈ જમાલભાઈ, અશોકભાઈ અને સરમનભાઈ તેમજ અશોકભાઈ ઈજા થતા 108ની મહેન્દ્રનગર લોકેશન અને માર્કેટિંગ યાર્ડ લોકેશનની બંને ટીમો દોડી જઈને ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ ચાર લોકો રીક્ષામાં બેસીને મોરબીથી અણીયારી કામે જતી વખતે અકસ્માત નડ્યો હતો.