મોરબી સબ જેલમાં શિસ્ત સલામતીનું નિરીક્ષણ કરી કેદીઓ સાથે સંવાદ કર્યો મોરબી : આજરોજ ગુજરાત રાજ્ય જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી જેલ ભવન અમદાવાદના નાયબ પોલીસ મહાનિરિક્ષક મોરબી સબ જેલની મુલાકાતે આવ્યા હતા અને મોરબી જેલમાં શિસ્ત સલામતીનું નિરીક્ષણ કરી કેદીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્ય જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી જેલ ભવન અમદાવાદના નાયબ પોલીસ મહાનિરિક્ષક અશ્વિન ચૌહાણ (IPS) આજરોજ મોરબી સબજેલ ખાતે વાર્ષિક ઇન્સ્પેક્સનમાં આવ્યા હતા. આ તકે તેઓએ રીડિંગ તથા જેલની શિસ્ત - સલામતી અંગેની બાબતોની સમીક્ષા કરવાની સાથે કેદીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.