હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા એકાદ મહિનામાં અનેક ખેડૂતોની ટ્રેક્ટરની ટ્રોલી ચોરાઈ જવાના બનાવ પોલીસ દફતરે નોંધાઇ રહ્યા છે ત્યારે ગઈકાલે હળવદના સૂર્યનગર ગામેથી વધુ એક ટ્રેક્ટરની ટ્રોલી ચોરાવા અંગે ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના સૂર્યનગર ગામે રહેતા છગનભાઈ જીણાભાઈ પરમારના ઘર પાસેથી કોઈ અજાણ્યા તસ્કરો રૂપિયા 70 હજારની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલી ગત તા.13 ફેબ્રિઆરીના રોજ ચોરી કરીને લઈ જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.