મોરબી : મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અન્ડર 14ના ખેલાડી રાધે ભીમાણીની સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તાજેતરમાં રાધે ભીમાણી સૌરાષ્ટ્રની સ્ટેટ ટીમ અન્ડર 14માં પસંદ થયો હતો અને મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનનું નામ રોશન કર્યું હતું. તાજેતરમાં પશ્ચિમ ઝોનમાંથી કુલ 5 ટીમ વચ્ચે ટુર્નામેન્ટ રમાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર, વડોદરા, ગુજરાત, મહારાષ્ટ્ર, અને મુંબઈની ટીમનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટ વડોદરા ખાતે યોજાઈ હતી જેમાં ઉગતી પ્રતિભા એવા રાધે ભીમાણીનું પ્રદર્શન અન્ય ખેલાડીઓ કરતા વિશિષ્ટ હતું. રાધે ભીમાણીને અનેરા દેખાવ બદલ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાએ અભિનંદન પાઠવ્યા હતા, સાથે જ મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના હેડ કોચ નિશાંત જાનીએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શુભકામના પાઠવી હતી.