મોરબી: ગઈકાલે તારીખ 19 ફેબ્રુઆરીના રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે મોરબીના સતાધાર પાર્ક-2ના રહેવાસીઓ દ્વારા મશાલ રેલી યોજવામાં આવી હતી. સતાધાર પાર્ક-2ના રહીશો પ્રતીક રસિકભાઈ લિખીયા તથા વિવેકભાઈ જગોદના દ્વારા અનેક યુવાનોની સાથે મળીને હિન્દુ ધર્મના નાયક શિવાજી મહારાજની યાદ માટે બાળકો યુવાનો તથા વડીલોમાં પણ જોશ પ્રગટ કરનારી મશાલ રેલીનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી સતાધાર પાર્ક-2 સોસાયટીમાંથી નીકળી રવાપર ગામ, સ્વાગત ચોકડી (રવાપર રોડ) થી આલાપ રોડ પર પરત ફરી હતી. નાના નાના બાળકો તથા દરેક નાગરિકના દિલમાં મહાન એવા છત્રપતિ શિવાજી મહારાજને યાદને જીવંત રાખવાનો આ મશાલ રેલીનો ખાસ ઉદ્દેશ હતો.